લાલ બહાદુર પ્રાથમિક શાળા નં.૨૫

By Digital Botad Team | 05 May 2024 09:41 AM

Address: તુલસી નગર, ઢાકંણીયા રોડ, બોટાદ
Mobile: 0000000000

મારી શાળા શ્રેષ્ઠ શાળા...નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, બોટાદ || સા વિદ્યા યા વિમુક્તેય ॥ તમારા વ્હાલસોયાને બાળકની જેમ ખીલવાનો - જીવવાનો મોકો આપો તેને માનવ બનાવો, મશીન નહિ, દેખાદેખી અને આંધળી દોટ મૂકી શા માટે શિક્ષણના વ્યાપારમાં ઘુંટાવા જાવ છો ? યંત્ર જેવુ બાળક માવતર, કુટુંબ અને સંસ્કારોથી વિમુખ બની રહ્યું છે શું તમને આ પરવડે છે. શાળાની ઉત્તમ સુવિધાઓ : (૧) કોઈપણ ખર્ચ વિના તદ્ન મફત શિક્ષણ... (૨) શ્રેષ્ઠ શિક્ષણ માટે યોગ્ય લાયકાત ધરાવતા અને અનુભવી શિક્ષકગણ (૩) વિષય મુજબ અલગ શિક્ષક (૪) ડિઝીટલ કલાસરૂમ દ્વારા અસરકારક શિક્ષણ (જ્ઞાનકુંજ) (૫) દરેક બાળકનું સતત અને સર્વગ્રાહી મુલ્યાંકન તથા નબળા બાળકો માટે ઉપચારાત્મક કાર્ય. (૬) ધોરણ ૧ અને ૨ માં પ્રજ્ઞા અભિગમ દ્વારા ભાર વગરનું ભણતર. (૭) ધોરણ ૩ થી ૮ માં પિરિયડ પદ્ધતી દ્વારા શિક્ષણ. (૮) શાળા આરોગ્ય તપાસણી અંતર્ગત વર્ષમાં બે વાર બિલકુલ ફ્રીમાં બાળકની શારીરિક તપાસ તથા ઉપચાર (૯) સાપ્તાહિક કસોટી દ્વારા શૈક્ષણિક મુલ્યાંકન (૧૦) બાળાઓને વિનામૂલ્યે આત્મ રક્ષણની તાલીમ. (૧૧) NMMS નવોદય અને SEB દ્વારા લેવાતી શિષ્યવૃત્તિ જેવી બાહ્ય પરિક્ષાઓ માટે વિશેષ માર્ગદર્શન (૧૨) 900 થી પણ વધારે પુસ્તકો ધરાવતી અદ્યતન લાઈબ્રેરી (૧૩) પ્રેરણા અને સંસ્કારોનું સિંચન કરતી શાળા. (૧૪) શાળાના બગીચામાં સંગીતમય પ્રાર્થના/બાલ સભાનું આયોજન (૧૫) દિન વિશેષ, માતૃ વંદના, વિવિધ તહેવારોની ઉજવણી (૧૬) "તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મનનો વાસ" આ યુક્તિ સાર્થક થાય તે હેતુથી પ્રાર્થનામાં (૧૭) શાળામાં વૃક્ષોથી હર્યુંભર્યું વિશાળ રમત-ગમતનું મેદાન અને કિચન ગાર્ડન. (૧૮) પૌષ્ટિક અને સ્વાદિષ્ટ મધ્યાહન ભોજનની ઉત્તમ વ્યવસ્થા. (૧૯) પીવા માટે સ્વચ્છ પાણીની વ્યવસ્થા. (૨૦) કુમાર અને કન્યા માટે અલગ-અલગ શૌચાલયની વ્યવસ્થા. (૨૧) દર વર્ષે ઓછામાં ઓછા ખર્ચે શૈક્ષણિક પર્યટનનું આયોજન. (૨૨) આધારકાર્ડ અને બેંક એકાઉન્ટ ખોલવાની શાળા દ્વારા વ્યવસ્થા. (૨૩) ગણવેશ અને શિષ્યવૃત્તિ સહાય. (૨૪) મક્ત શિક્ષણ અને પાઠ્યપુસ્તક સ્વાધ્યાયપોથી સહાય. (૨૫) પ્રવેશોત્સવ અને વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન (૨૬) શાસનાધિકારી, CRC-BRC દ્વારા સતત મોનિટરીંગ આવો બાળકોને તેનું બાળપણ આપીએ, આજે જ સરકારી શાળામાં પ્રવેશ લઈએ...

Register your business

Added By

Digital Botad Team

See this Page in :

App Logo
Digital Botad (ડિજિટલ બોટાદ) App 33% faster on App
Open
Browser Logo
Browser